google-site-verification: googlebf3a87612b2bb36a.html અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી…

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી…

ખરેખર નવરાત્રી બગાડશે વરસાદ, નવ દિવસ આ ભાગોમાં મોટા વાવાઝોડા સાથે કમોસમી ભયંકર વરસાદ પડવાની અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી…

સમગ્ર વિશ્વ છેલ્લા ત્રણ વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીથી જજુમી રહ્યું છે ત્યારે છેલ્લા બે વર્ષથી મોટાભાગના તહેવારો આપણે ઉજવી શક્યા નથી પરંતુ બે વર્ષ પછી આજે કોરોના જેવી વૈશ્વિક મહામારીથી ઘણા અંશે રાહત મળી છે ત્યારે આ વર્ષે તમામ તહેવારો ધૂમધામથી ઉજવણી કરવાના છીએ ત્યારે હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આ તહેવારની ઉજવણી કરવામાં જોડાયા છે પરંતુ ત્યારબાદ ગુજરાતીઓનો સ્પેશિયલ તહેવાર નવરાત્રી આવી રહી છે જેને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી કોરોના નવરાત્રીમાં ખેલૈયાઓને વિલન રૂપ સાબિત થયો હતો પરંતુ આ વર્ષે વરસાદ નવરાત્રીમાં ભંગ પાડશે તેવા સંકેતો હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને મોટા વેધર એનાલિસ્ટો દ્વારા આગાહીમાં મોટા સમાચાર આપવામાં આવ્યા છે. વર્ષ 2022માં 26 સપ્ટેમ્બર આસો સુદ એકમના રોજ સોમવારથી નવલા નોરતાનો શુભારંભ થઈ રહ્યો છે. અત્યારે લોકોએ નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લોકો આટલા બધા સમય અગાઉ ગરબા માટેની તનતોડ પ્રેક્ટિસ કરવા લાગ્યા છે. પરંતુ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીના દિવસોમાં મોટા ચક્રવાત સાથે ભયંકર તોફાની વરસાદ પાડવાની મોટી આગાહીની જાહેરાત કરી છે. લાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં છઠ્ઠા નોરતાથી ચેક દશેરા સુધીના દિવસોમાં બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવે છે આ ચક્રવાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ના માર્ગે થઈને ગુજરાત ઉપર ત્રાટકશે.

આ વાવાઝોડાના કારણે ભારે પવન અને તોફાની વરસાદ આવવાની મોટી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં 8 થી 11 સપ્ટેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે જે આ તારીખો ન વચ્ચે ગુજરાતના કેટલાક દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તો નવરાત્રીના દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે ડાંગ, નવસારી, સુરત, દાદરા નગર હવેલી, દમણ ભરૂચ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

વધુ મામલાલ પટેલ જણાવ્યું છે કે 15 થી 25 સપ્ટેમ્બર સુધી ગુજરાત ના મોટાભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળશે અને આ દિવસોમાં ભારે તડકો અને ગરમીના પ્રમાણમાં મોટા પાયા વધારો થશે. અને ત્યારબાદ નવરાત્રીના દિવસોમાં વરસાદનો સૌથી મોટો રાઉન્ડ આવશે. તો ઓક્ટોબર મહિનામાં 10 થી 17 તારીખની વચ્ચે વાતાવરણ ખુલ્લુ અને ભારે પવનની સાથે કમોસમી છુટા છવાયા ઝાપટાઓ પડી શકે છે આવી આગાહી હાલમાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી છે.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post