google-site-verification: googlebf3a87612b2bb36a.html ફિક્સ પગારમાં કામ કરતાં કર્મચારીઓને 'દિવાળી ગિફ્ટ'-ગુજરાત ફિક્સ પે ન્યૂઝ

ફિક્સ પગારમાં કામ કરતાં કર્મચારીઓને 'દિવાળી ગિફ્ટ'-ગુજરાત ફિક્સ પે ન્યૂઝ

ફિક્સ પગારમાં કામ કરતાં કર્મચારીઓને 'દિવાળી ગિફ્ટ'

ગુજરાત સરકારે રાજ્યના ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના વર્તમાન પગારમાં 30 ટકાનો વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી 61,560 કર્મચારીઓને ફાયદો થશે. જો કે તેના કારણે રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂ. 548.64 કરોડનો બોજ પડશે. પરંતુ આ નિર્ણય ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ સમાન છે.

ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી પહેલા જ દિવાળી ગિફ્ટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના વર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો લાભ રાજ્યના 61,560 કર્મચારીઓને થશે. સરકારના આ નિર્ણયનો અમલ 1 ઓક્ટોબર 2023થી થશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો અમલ 1 ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે. જોકે, રાજ્ય સરકારના આ નિર્ણયનો બોજ સરકારી તિજોરી પર પડશે. સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર વાર્ષિક 548.64 કરોડ રૂપિયાનો બોજો પડશે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. કર્મચારીઓએ દરેક સરકારી યોજના
ફિક્સ પગારમાં કામ કરતાં કર્મચારીઓને 'દિવાળી ગિફ્ટ'

ના અમલીકરણ અને યોગ્ય દેખરેખ દ્વારા યોજનાના લાભો છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં હંમેશા મુખ્ય ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે દિવાળી પહેલા લેવાયેલ આ નિર્ણય રાજ્યના દરેક ફિક્સ પગારદાર કર્મચારી અને તેમના પરિવાર માટે ખુશીઓ લાવશે.

  વર્ગ-3ના 4400 ગ્રેડ પે કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 છે જે હવે આ નિર્ણય બાદ વધીને રૂ. 49,600 થશે. જ્યારે વર્ગ-3ના કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર 4200 અને 2800 ગ્રેડ પે 31,340 થી વધીને 40,800 રૂપિયા થશે. જ્યારે વર્ગ-3ના કર્મચારીઓ માટે 2400, 2000, 1900 અને 1800ના ગ્રેડ પે સાથે વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 હવેથી વધારીને રૂ. 26,000 કરવામાં આવશે. જ્યારે ગ્રેડ પે 1650, 1400 અને 1300 સાથે વર્ગ-4ના કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,1224 થી વધીને રૂ. 21,100 થશે. જોક્સ સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂ. 548.64 કરોડનો બોજ પડશે.

Balvantsinh

"Hello, I'm Balvant, a seasoned sub-broker in the stock market. With a PGDCA qualification, I bring expertise and insight to the world of investments."

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post