google-site-verification: googlebf3a87612b2bb36a.html સ્ત્રીનું મૃત્યુ 3 વખત થાય છે, કદી નહીં સાંભળેલી વાત હજાર કામ છોડીને આજે જ વાંચો

સ્ત્રીનું મૃત્યુ 3 વખત થાય છે, કદી નહીં સાંભળેલી વાત હજાર કામ છોડીને આજે જ વાંચો

સ્ત્રીનું મૃત્યુ 3 વખત થાય છે, કદી નહીં સાંભળેલી વાત હજાર કામ છોડીને આજે જ વાંચો

મિત્રો, સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. પુરુષ ફક્ત તેના જીવનમાં એક વખત મૃત્યુ પામે છે પણ સ્ત્રીનું મૃત્યુ ત્રણ વખત થાય છે. સ્ત્રીને પોતાના જીવનમાં ત્રણ વખત મૃત્યુની વેદના સહન કરવી પડે છે. દરેક પુરુષે આ વાત વાંચવી જોઈએ જેથી દરેક પુરુષના મનમાં સ્ત્રી પ્રત્યે સન્માન ઊભું થાય. જ્યારે સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે તેના જીવનમાં પ્રથમ વાર તેનું મૃત્યુ થાય છે. પોતાના પિતાનું ઘર છોડી પારકાને પોતાના કરવા માટે સ્ત્રી નીકળી પડે છે ત્યારે તેનું પ્રથમ વાર મૃત્યુ થાય છે. સ્ત્રી જે બાપના ખોળામાં રમીને મોટી થઈ,જે માનુ ધાવણ ધાવીને મોટી થઈ,જે ઘરની ભીંતો પકડીને મોટી થઈ, જે શેરીઓમાં રમીને મોટી થઈ તે યાદોને ભૂલવી અને અજાણી જગ્યાએ જઈને પારકાને પોતાના કરવા તે કોઈ નાનીસુની વાત નથી. તેની વેદના જે અનુભવે તેને જ ખબર પડે.
પુરુષોએ બે ત્રણ દિવસ કે અઠવાડિયું ઘર છોડીને બહાર જવાનું થાય ત્યારે પુરુષને ઘર યાદ આવી જાય છે. તો વિચારો સ્ત્રી 20-25 વર્ષ મા,બાપ, ભાઈ ,બહેન બધા જોડે રહીને તે બધાને બધાને ભૂલીને એક પારકા ઘરની અંદર જ્યાં તેને કોઈ ઓળખતું નથી, તે ઘરના વ્યક્તિઓ કેવા છે, સાસુ કેવા છે, સસરા કેવા છે, નણંદ કેવી છે, સાસરીમાં સ્વર્ગ મળશે કે નર્કની વેદના સહન કરવી પડશે તે કશાની તેને ખબર હોતી નથી એવા દેશમાં જવાનું અને બાપનું ઘર કાયમ માટે છોડવું પડે ત્યારે એક માણસ જ્યારે પોતાનું ખોડિયું છોડીને જતો હોય તેવી વેદના એક સ્ત્રીને સહન કરવી પડે છે. એટલા માટે કન્યા વિદાયના પ્રસંગે ગમે તેટલા પથ્થર હૃદયનો પિતા હોય તો પણ છેલ્લે તે રડી પડે છે.
સ્ત્રીને જ્યારે પ્રસુતિની વેદના થાય તે વેદના મૃત્યુ કરતા પણ વધુ હોય છે. પ્રસુતિની વેદના જો જાણવી હોય તો પુરુષોએ દસ કિલોનો પથ્થર પેટે બાંધીને નવ મહિના સુધી ફરવુ પડે ત્યારે પુરુષોને ખબર પડે કે પ્રસુતિની વેદના કેટલી ભયંકર હોય છે. મૃત્યુની વેદના પણ પ્રસુતિની વેદનાથી ઓછી હોય છે. એટલા માટે પુરુષોને નમ્ર વિનંતી છે કે કોઈપણ સ્ત્રીનું અપમાન કરતાં કે નાની નાની વાતોમાં તેને ધમકાવતા પહેલા એક હજાર વાર વિચાર કરજો. આ પ્રસુતિની વેદના વખતે સ્ત્રી બીજી વાર મૃત્યુની વેદના સહન કરતી હોય છે.
સ્ત્રીને ત્રીજી વાર મૃત્યુની વેદના ત્યારે થાય છે જ્યારે તે પોતાનું શરીર છોડીને કાયમ માટે આ દુનિયા છોડીને જાય છે . જે સ્ત્રી પોતાના જીવનમાં ત્રણ ત્રણ વાર મૃત્યુની વેદના સહન કરતી હોય તે સ્ત્રીનું સન્માન ઘરમાં અવશ્ય જળવાવું જોઈએ. જે ઘરમાં તેનું અપમાન થતું હોય તે ઘરમાં કદી પણ લક્ષ્મીનો વાસ થતો નથી. આપણે સૌએ આ ધરતી પર પગ મૂક્યો તેના પાછળ જો કોઈનો મહાન પુરુષાર્થ હોય તો તે સ્ત્રીનો છે. આ ધરતી પર પગ મુકાવનાર આપણી મા એક સ્ત્રી છે. જ્યારે એક સ્ત્રીએ ભયંકર મૃત્યુ કરતા પણ વધુ વેદના સહન કરી ત્યારે આપણે સૌએ આ પૃથ્વી પર જન્મ લીધો છે. આપણી મા એક સ્ત્રી છે તો આપણી પત્ની પણ એક સ્ત્રી છે. જેથી તેનું સન્માન અવશ્ય જળવાવું જોઈએ. જો તમે તેની વેદના ને સમજશો તો ખરા અર્થમાં તમારું ઘર એક મંદિર બની જશે. જય શ્રી કૃષ્ણ

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post